ચીમનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની શ્રેયા પટેલ અને ખેરગામ તાલુકાના પ્રતિભા શાળી શિક્ષકોનું જિલ્લા કક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય દિને સન્માન કરવામાં આવ્યું.

  



તા ૧૫-૦૮-૨૦૨૨ના સોમવારે જિલ્લા કક્ષાના ૭૬માં સ્વાતંત્ર્ય દિને ચીમનપાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિનીનું અને ખેરગામ તાલુકાના પ્રતિભા શાળી શિક્ષકોનું  સન્માન કરવામાં આવ્યું. જેમાં વાડ પ્રાથમિક શાળાના મુખ્યશિક્ષક શ્રી કિરીટભાઈ પટેલ, ભસ્તા ફળિયાના મુખ્યશિક્ષક શ્રી સંજયભાઈ પટેલ, બહેજ પ્રાથમિક શાળા ઉપશિક્ષક શ્રી પ્રવીણભાઈ પટેલ, ચીમનપાડાનાં મુખ્યશિક્ષક શ્રી ધર્મેશભાઈ દેવાણી, મોટી કોલવાડ પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા શ્રીમતી સુનિતાબેન પટેલ,  બહેજ પ્રાથમિક શાળાના ઉપશિક્ષિકા શ્રીમતી હંસાબેન અને જામનપાડાનાં મુખ્યશિક્ષક રમેશભાઈ માહલાને પ્રતિભાશાળી શિક્ષકનાં પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

Post a Comment

0 Comments