ચીમનપાડા પ્રાથમિક શાળામાં વિષય ગણિત - વિજ્ઞાન મંડળ અંતર્ગત વિજ્ઞાનના સાધનોની ઓળખ અને ઉપયોગિતાની સમજ આપવામાં આવી.

  





        વિજ્ઞાન શિક્ષક દ્વારા તા-30-08-2022નાં રોજ ચીમનપાડા પ્રા.શા ખાતે ગણિત - વિજ્ઞાન મંડળ અંતર્ગત વિજ્ઞાનના સાધનોની ઓળખ ની પ્રવૃત્તિ યોજવામાં આવેલ હતી.જેમાં

વિજ્ઞાન શિક્ષક શ્રી નરેન્દ્રભાઇ એન.પટેલ દ્વારા વિજ્ઞાન ના પ્રયોગો માટે વપરાતા જુદા જુદા સાધનોની પ્રત્યક્ષ નિર્દશન  દ્વારા ઓળખ કરાવી હતી.અને તે સાધનો ની ઉપયોગિતા વિદ્યાર્થીઓને સમજાવી હતી. બાળકોએ ઉત્સાહભેર આ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો.

      બી.એડ ના તાલીમાર્થી બહેનો મિત્તલબેન પી.પટેલ તથા નિકિતાબેન કે.પટેલ પણ આ પ્રવૃત્તિમાં જોડાયા હતા.

        શાળાના આચાર્યશ્રી ધર્મેશભાઈ એમ. દેવાણી એ માનવજીવન ના વિકાસમાં વિજ્ઞાન ના ફાળા વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

       ભાષા શિક્ષક શ્રી દિવ્યેશભાઈ સી.પટેલ એ ભાષા અને વિજ્ઞાન ના જોડાણ દ્વારા જ્ઞાન સમૃદ્ધ કઈ રીતે બનાવી શકાય તે બાબતે સુંદર માહિતી આપી હતી.


Post a Comment

0 Comments