ચીમનપાડા પ્રા.શા ખાતે ભૂકંપ બચાવ મોકડ્રિલની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું.

  




તારીખ:૦૧/૦૯/૨૦૨૨ના દિને ચીમનપાડા પ્રા.શા ખાતે ભૂકંપ બચાવ નું મોકડ્રિલ ની પ્રવૃત્તિનું આયોજન સામાજિક વિજ્ઞાનના શિક્ષક શ્રીમતી દર્શના બી.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

     જેમાં દર્શના બી.પટેલ ઉ.શી એ ભૂકંપ દરમ્યાન પ્રા.શા મા અભ્યાસ કરતા બાળકોને કુદરતી આફતો અને બચાવ વિશે માહિતી આપી હતી.વિજ્ઞાન શિક્ષક શ્રી નરેન્દ્રભાઇ એન.પટેલે ભૂકંપ આવવાના કારણો વિશે વિસ્તૃત સમજ આપી શાળાના આચાર્ય શ્રી ધર્મેશભાઈ એમ. દેવાણી એ જ્યારે ભૂકંપ આવે ત્યારે શાળામાં સંભવિત કાલ્પનિક પરિસ્થિતિ અને તેમાંથી બચાવના ઉપાયો વિશે વિદ્યાર્થીઓને  માહિતગાર કર્યા હતા.અને ભૂકંપ દરમ્યાનની કટોકટીની પરિસ્થિતિમાં શાળા કક્ષાએ વિદ્યાર્થીઓ બચાવ કઈ રીતે કરી શકે તે બાબતે માહિતી આપી હતી.અને કુદરતી આપત્તિ સમયે આપતી વ્યવસ્થાપન કમિટી ની ભૂમિકા સમજાવી હતી.


      ત્યારબાદ શાળા મા ભૂકંપ થી થતા જાન માલ ના નુકસાન સામે કઈ રીતે બચાવ કરવો/ નુકસાનને નીવારવું તેના રક્ષણાત્મક પગલા ની બાળકોમાં સમાજ વિકસે તે માટે મોક ડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.



Post a Comment

0 Comments