ચીમનપાડા ગામનાં સરપંચશ્રી ચંદુભાઈ ઝેડ.પટેલ તરફથી શાળાને સાઉન્ડ સિસ્ટમનું દાન કરવામાં આવ્યું.

  


તારીખ 12-09-2022નાં દિને ચીમનપાડા પ્રાથમિક શાળાને ગામનાં પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ચંદુભાઈ ઝેડ. પટેલ દ્વારા રૂપિયા 10500નાં કિંમતનું સાઉન્ડ સિસ્ટમ દાન કરવામાં આવ્યું. આજે સમાજમાં મંદિર કે ધર્મ બાબતે ઘણાં દાન કરવા તત્પર હોય છે.પરંતુ જે શાળામાં ભણતાં બાળકો પણ ભગવાનનું સ્વરૂપ છે.પરંતુ તેના પાછળ ખર્ચવા માટે હજુ સમાજમાં જાગૃતિ નથી.

 જ્યારે ચંદુભાઈ ઝેડ.પટેલ જેવા સેવાભાવી આગેવાનો સમાજના લોકો માટે પ્રેરણા બની રહેશે. જ્યારે પણ શાળામાં કાર્યક્રમ દરમ્યાન સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ થશે ત્યારે શ્રી ચંદુભાઈ પટેલને અચૂક યાદ કરવામાં આવશે. તે ઉપરાંત પણ નાના ભૂલકાઓનાં બાળમાનસ ઉપર તેની સ્મૃતિ ચિરસ્મરણીય રહેશે. 

આ સાથે શાળા પરિવાર શ્રી ચંદુભાઈ ઝેડ.પટેલનો હૃદયથી આભાર વ્યક્ત કરે છે. તેમજ તાલુકાના તમામ શિક્ષકો વતી ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પણ ગામના પ્રથમ નાગરિક એવા સરપંચશ્રી ચંદુભાઈ ઝેડ.પટેલને શાળાના વિકાસમાં સહભાગી થવા બદલ 💐અભિનંદન💐 પાઠવે છે.





Post a Comment

0 Comments